top of page
Noted Nest

Gentleness of Love (પ્રેમની સૌમ્યવસ્થા)

Updated: Oct 3

By Tandel Upasana K.




  પૂનમની રાત છે.ઘડિયાળમાં લગભગ ૧૨:૪૫ થયાં છે. આજનો દિવસ ઘણો ભાગદોડ થયી. પણ હવે શરીરને થાક નથી લાગતો. ખબર નથી પડતી કેમ?પણ આજે વરસો પછી આ ચંદ્ર સાથે કૉફી શેર કરવાનું મન થાય છે.નવ વર્ષ નીકળી ગયા એકલાં ચાલતાં-ચાલતાં સંગાથ કોઈ ના હતું.બસ એની યાદો, થોડી ફરિયાદો,થોડી જીવતરની લાગણીઓ,વાતો, ગીતો,ને મારાં રોમ રોમમાં સમય ગયેલી એની ભીની ભીની મહેંક... વિચારું છું હું પણ તો સાવ આ ચંદ્ર જેવો જ છું એનું પણ આ વિશ્વમાં કોઈ નહીં!આજે મારો જન્મદિવસ ૪૨ વર્ષ પૂરાં થયાં.હવે થોડો પરિપક્વ થયો! આત્મનિર્ભર! લાગણીઓ અને વિચારો બંનેથી. થોડો સમય હવે ઉત્સાહ થી પણ જીવું છું.મનની દોરીને તેની યાદો ની સોયમાં પરોવીને 

એનાં કહ્યાં પ્રમાણે જીવંત બની ને જીવું છું...અરે,આ કોણ? પડોશમાં વર્ષો બાદ હવે કોઈક રેહવા માટે આવ્યું હતું... 'આકાંક્ષા ' ની આત્મહત્યા કરી લેતાં હવે આ ઘર વેચાતું નથી પણ અત્યારે થોડાં દિવસો પહેલાં એક "સ્ત્રી"ત્યાં રેહવાં આવી હતી.આ અદ્ભૂત, અપૂર્વ શાંતિ મળે એવું ઘર અચાનક આવું બંજર બની ગયું હતું પણ અત્યારે આ 'સ્ત્રી ' નાં આવવાથી ફરી એકવાર આ ધરતી માંથી ભીનાંશ મહેંકવા માંડી હતી... એ સ્ત્રી કોણ હતી તેની તો સાર્થક ને કોઈ ખબર નહી હતી.પણ જ્યારે જ્યારે સાર્થક એ પડોશનાં ઘર ની હલચલ જોતો એને ત્યાં કોઈ મારું-મારું હોવાનો અહેસાસ થતો.એ રાતે પણ પોતાના ઘર ની કોરિડોર માંથી એ સામેના ઘર તરફ જોતાં ઊભો હતો.એનાં વિચારો નો મંથન..."કુદરતે સ્ત્રી ને કેટલી અદ્ભૂત શક્તિ આપી છે, સૃષ્ટિ માં જે કોઈ નાં કરી શકે તે એક સ્ત્રી સહજ માં કરી જાય...કેટલી અપૂર્વ, સૌમ્યતા, લાવણ્ય! સ્નેહથી નવી પેઢી ને જન્માવી,પોતાના વાત્સલ થી, લોહીથી સિંચન કરવાવાળી મહાહેતવાળી માઁ.એક બીજું કુદરત નું સ્વરૂપ જ! સ્ત્રી એક નવીન ગર્ભ નું સર્જન કરી કોઈ ના હૃદય ને કેવો પ્રેમ થી ભીંજવે છે.આવી કોઈ સ્ત્રીને પોતાના જીવનમાં અપનાવવી અને એની સાથે સંસાર કરવાનો આનંદ માણવો એ પણ એક ભગવદ્ કૃપા જ! હવે,જુવો ને આ કોણ અજાણી સ્ત્રી છે જે ખૂબ નજીક ની હોય એવું ભાસે છે.એને ક્યારેય જોઈ નથી, છતાં એની અનુભૂતિ મારા હદય માં ભીનાંશ જન્માવી છે.ફરી ફરી ખીલવાનું મન થાય છે.કોઈ જોડે આવું હળ્યાંગમ ખેંચાણ પેહલા ક્યારેય નથી લાગ્યું. આકાંક્ષા નાં ભાસ - આભાસ માં મન નાચ્યાં કરે છે.૩:૩૦ થયાં હજી સુધી આંખો ને ઊંઘ નથી. રાત આખી ગયી, છતાં નજર સામેના ઘર ની છત ઉપર ઝીંણી-ઝીંણી ઝબૂકતી

ડીમ લાઈટ પર જ. ખબર નથી કોઈકને શોધે છે...!

                   સાર્થક પોતાની વ્યક્તિગત ડાયરી લખવાની પ્રેરણા ને બાજુ એ રાખી હવે સુવા ચાલ્યો.

       બીજે દિવસે સવારે  "ડૉર બેલ"! હેલો! નમસ્તે.હું સૌમ્યા શ્રીવાસ્તવ. તમારાં પડોશમાં રહેવાં આવી છું.પરિવાર માં મારે કોઈ નથી.હું એકલી જ "સ્ત્રી" છું પણ આત્મનિર્ભર. નિશાળમાં શિક્ષક છું.અને અત્યારે નિશાળમાં જવાં જ નીકળી છું.મારે સમય પણ થયી જ ગયો છે.આજુ-બાજુ કહેતાં હતાં કે તમે બહુ સજ્જન વ્યકિત છો એટલે ઘર ની એક ચાવી તમારે ત્યાં રાખી જાવ છું.કોઈ વાર કામ પડે.અને તમારો પરિચય પણ કરી લવ.સમાજ માં એકલી સ્ત્રીને ભલા માણસો અને ભલા માનસો બંને નો આધાર લેવો પડે.ચાલો, ત્યારે મરીશું નિરાંતે કોઈ ક વાર. આવજો.આ મારા ઘર ની એક ચાવી.

            અરે, બાપરે!લગભગ અર્ધો કલાકનો ગાળો.હું તો સ્તબ્ધ બની નિહાળતો જ રહી ગયો. ગજબની તાજગી. વાર્તાલાપ માં સ્ફર્તિ. ગજ્જબ તાજગી. વાહ!...હું તો નાહ્યાં વગર ભીનો થયો હોય એવું લાગ્યું. આંખો એકદમ શાર્પ. કાતિલ. વિનાશક.આવો જીવ પણ સૃષ્ટિ માં એકલો રહી જાય! કોઈક નાં સાથ વગરનો. આશ્ચર્ય!પણ એ હકીકત.અને હકીકતમાં સાર્થકતા.નજર માં કોક નો ડર પણ નહિ. ખભાં પર કોઈનો સહારો નહી. નિસ્તેજતા નહી.લાચારી નહી. એનાથી વિપરીત મક્કમતા, આત્મવિશ્વાસ, તેજસ્વીતા, ઉત્સાહ, કંઇક નવું કરી બતાવવાની તાલાવેલી, અને આત્મનિર્ભરતા તો ભાઈ ગજબ.

         આકાંક્ષા. આકાંક્ષા. આ સ્ત્રી ફરી તને મારી સામે જીવંત કરી ગયી.તને આવી જ જોયાં કરતો હું. વીજળી જેવી ચમકી ગયી. સાર્થક પોતાની દૈનિક ક્રિયા પતાવી ઓફિસ જવાં નીકળી ગયો.બીજી બાજુ નિખાલસ હૈયાંનાં બાળકો વચ્ચે સમય પસાર કરતી અને પોતાના યૌવન હૈયાં ને ધીમે - ધીમે પરિપક્વ બનાવતી સૌમ્યા. સ્ત્રી છે.જીવન નાં ઘણાં પ્રશ્નો એને ક્યારેય પજવે છે.પણ હિંમત છે,મેહનત છે, લગન છે.દુનિયા ને પોતાના દમ પર જીતવાની તાલાવેલી સાથે એ રોજ આગળ ને આગળ વધતી જાય છે. ભૂતકાળ ની બહુ વિચાર હવે નથી કરતી.પણ ક્યાંક એકલતા અનુભવાય.કોઈક એ કરેલો અન્યાય, વચનભંગ, અપમાન,પ્રેમનો અનાદર એને પણ પજવે તો છે જ.પણ એ સ્ત્રી છે એટલે એ મક્કમ નિર્ધારની છે. એની નિર્દોષતા કોઈકનાં અપવિત્ર વિચારોથી પ્રભાવિત થઈ છે, એટલે હવે કોઈક સાથે બેસીને વાતો કરવાનું એને નથી હોતું.એ સમય પસાર કરવા પુસ્તકનો જ સહારો લે છે.અને બીજી બાજુ આપણો સાર્થક.એ ડાયરી લખવા બેસે. બંને બાજુ હદયનો કલ્પાત સરખો જ. છતાં સાર્થક ને આકાંક્ષા નાં પ્રેમનો સહારો. 

         લગભગ બે મહિના પસાર થયા. રોજબરોજ ની અલખ - મલખ,ચા ની ચૂંસકીઓ અને સાંજ ને ટાણે  ઢળતાં સૂરજને જોવાનો બંને વિરહિજીવોનો નિત્યક્રમ બની ગયો.સાર્થક અને સૌમ્યા. બંને પરિપકવતાનાં ઓજસથી ભરેલાં.સહજ, સરળ, અને નિખાલસ. હવે,લગભગ બંને ને એકબીજાની આપવીતી ની જાણ. અજાણતા હોય એવો એકપણ પ્રસંગ બાકી નહી આ પવિત્ર સંબંધમાં હવે."અભેદ મિત્રતા". બંને ને એકબજા ની આત્મનિર્ભરતા અને આઝાદી નો ગર્વ. બંને ઉત્સાહી જીવો.

                        એક સાંજે ઢળતાં સૂરજને જાણે થોડીવાર થંભી જવાં કહેતો હોય એવાં બુલંદ અવાજે સાર્થક એ સૌમ્યા ને કંઇક શબ્દોનો હાર પહેરાવ્યો. સૂર્યાસ્ત થવાની રાહ જોયા વિના મનોમન પૂર્ણ થયેલી ઈચ્છા નો ભાવ તેણી ની આંખોમાં છલકાય ગયો.સૂર્યાસ્ત.આજે અસ્ત થતાં સૂર્ય ને પણ નિરાંત થઈ.બે એવાં જીવોનું મિલન જે ખરેખર નિસર્ગ નાં જ નિખાલસ પુષ્પો.સુર્ય તેનો સાક્ષી બની અભિમાનથી અસ્ત થયો. 

      અંધકાર.પણ બંને નાં હદયનો તીવ્ર ધબકાર. બંને એકબીજામાં ભળી જવાને આતુર. ક્ષણ - ક્ષણ એક નવાં રોમાંચની અનુભૂતિ. સૌમ્યાનું યૌવન જાણે આજદિન ની પ્રતીક્ષામાં રહયું હશે.આવું આતુર હદયને મુઠ્ઠીમાં બંધ કરી સાર્થકને પોતાની કાયા સોંપી એની અગ્નિમાં સૌમ્યા ધીમે ધીમે પીગળતી ગયી. રાત્રીનો એક એક પ્રહર બંનેનાં મિલનનો સાક્ષી બની નિરાંતે સુખદનો નિસાસો લેતો લેતો વિંતતો ગયો. 

            સવાર.એક નવી શરઆત.એક નવો ઉત્સાહ.નવો રોમાંચ.નવો સૂર્ય.સાર્થક સહેજ ધીમેથી બાજુમાં સૂતેલી સૌમ્યાને ચૂમી રહ્યો."ગુડ મોર્નિંગ, માય લવ!". મનમાં જ સંવાદ.ઊભો થયો અને પોતાના ઘરે આવ્યો.આજે એના પગરવમાં તાજગી, સ્ફ્રૂર્તી, થનગનાટ.આજે એને તાજગી લેવા માટે ચા ની ચૂસકી લેવાની જરૂરિયાત ન હતી.એ તો સવારની આબોહવા કરતાં વધુ ફ્રેશ!

               સૌમ્યા તારા આ ત્રણ વર્ષોને એટલી તાજગીથી ભરી દઈશ કે તું બે ઘડી વધારે રોકાય જશે આ સૃષ્ટિમાં! એટલાં માં જ એક સહજ આંસુ સરકીને એની ડાયરીનાં અક્ષરોને ધોઈ ગયું.પોતાને તથા સૌમ્યાને આપેલા સાથ નિભાવવાનાં વચનને સાર્થક દિનપ્રતિદિન સાર્થક કરતો ગયો!

                   સૌમ્યા કહે,"સાર્થક,તમે ખરેખર મારી તમન્નાને સાર્થક કરવા જ મારાં જીવનમાં આવ્યા.જીવવાની તમન્ના જાગે છે હવે.પણ આ મૃત્યુ પણ ધીરે-ધીરે પાસે બોલાવી રહ્યું છે.એની સાથેનો કરાર તારાથી પેહલાંનો હતો.એટલે એની જોડે કેમ કરી ને બેવફાઈ કરું?! સૌમ્યા આટલું બોલી ત્યાં તો એની આંખો ધોધમાર વર્ષી. ફ્કત એટલું જ બોલી શકી,"સાર્થક,આય લવ યુ.આય રેઅલી ડુ."

                આવાં જ કેટલાંક ખાટાં-મીઠા, હસતાં-રમતાં , પ્રસંગો વચ્ચે બંને એ ત્રણ વર્ષો પસાર કર્યાં. હોસ્પિટલની બારી માંથી એક તાજું સૂર્યનું કિરણ સૌમ્યાની આંખો પર પડયું.ને એ પથારીમાં જાગી. સાર્થક..."હા, અહીંયા જ છું. ચિંતા ના કર."...

"લાગે છે આજનો દિવસ જ અંતિમ છે......"સૌમ્યા એ મક્કમતાથી કહ્યું.

અરે, ગાંડી,હોય કઈ...!કેવી વાત કરે છે.હજી તો તારી જોડે પેલા ઢળતાં સૂરજને કેટલીય વાર જોવાનો બાકી છે.ચા ની ચુસ્કીઓ બાકી છે.અને તું આમ અર્ધેથી કયાં જવાની વાત કરે છે.કેમ,ભૂલી ગયી હજી તો તને સાપસીડીની રમતમાં કેટલીય વાર હરાવવાનું બાકી છે.....

...........હાસ્ય........

સૌમ્યા બોલી,જાવ જાવ રોજ તો બેઈમાની કરતાં.

 .....તો...તો... તું કેમ આજે કરે છે?......નિયમથી રમને.

સાર્થક બોલ્યો.

સાર્થક, તું પણ.....આટલું બોલી સાર્થકને એકીટસે સૌમ્યા જોતી રહી.લગભગ અર્ધો કલાક સાર્થક એનો હાથ પોતાના હાથમાં લઈને બેસી રહ્યો.પણ સામેથી કોઈ પ્રતિસાદનાં આવ્યો.

               આજે ફરીથી પૂનમની રાત.લગભગ વીસ વરસ થયાં.સાર્થક ફરીથી કૉફીનો કપ લઈને રાતના ૧૨:૪૫ એ જ સમયે પોતાની અગાસીમાં ચંદ્રને નિહાળતો જાગે છે.એવામાં  હળવેથી અવાજ સંભળાયો..."સાર્થક! આવ, પાંસો ફેંક... તારો વારો આવ્યો...હવે,આ રમત પણ ગયી તારા હાથમાંથી.હું તો નેવુંની સીડી લઈને ઉપર આવી ગયી.ફ્કત દસ ડગલાં દૂર મારી જીતથી."

       "આવ્યો,આજે તો ના જ જીતવા દઉં તને.ભલે તું ગમે એટલી આગળ નીકળી ગયી હોય."

         આટલું બોલી સાર્થક પોતાના નિત્યક્રમ મુજબ સાપસીડીની રમતમાં ગોઠવાય ગયો. પાસો ઉછળતો રહ્યો.અને સાર્થક દાવ આગળ વધારતો ગયો.રમત ચાલુ જ.જ્યારથી સૌમ્યા ગયી ત્યારથી.રોજ ની એકજ રમત.સાર્થકની બધી રાતો હવે એ સાપસીડીની રમતમાં ને રમતમાં જ પસાર થતી.એને આવો નિખાલસ રમત રમતો જોઈ ક્યાંક આકાશમાં બેઠેલી સૌમ્યા હળવેથી બોલી, "સાર્થક, ચિતિંગ કર્યાં વગર તને આજે પણ રમતાં નથી આવડતું." અને હળવેથી એક આંસુ એની આંખોમાંથી સરકી સાર્થકનાં પાસાં ઉછળતા હાથ પર આવીને પડયું.સવારની પેહલી પહોરનાં એ ઝાકળબિંદુને ચૂમીને સાર્થક બોલ્યો... "અરે,હું આજે પણ પકડાય ગયો.આ લે...આજે પણ તું જીતી બસ...!"

(Translation)

       Gentleness of Love

                It’s full moon night, 12:45a.m. It was  very busy day,but can’t understand still I m not tired!But today I want to share my coffee with this full moon. Nine years have been passed.I have been walking along, no one remained in my life,all alone,only her memories, thoughts ,some complaints,some stories,some emotions,songs,and her smells in my heart! I am exactly like this moon, no-one there for both of us in this empty sky!Today is my birthday,I have completed my 42 years. It’s feels like, I have enough matured now to handle all my emotions and thought process. I’m physically and mentally independent now,  can manage everything with my own. Even now, I am living with some enthusiasm  in my heart as per her order…”lively”…..Hey,who is there?...After so many years someone has started living in his neighbourhood. Due to “Aakanksha’s” suicide case,that house became untouched and due to some rumours and superstitions no one ready to buy or taken for granted it. But few days ago,one woman came to live in it. It was very nice and peaceful place for living but now it’s became mysterious and everything became so dull and dusty. But now,due to this woman ‘s arrival, once again,this house started grooming….Birds started singing… Earth started smelling nicely and trees started blooming once again. But the question is stuck in his mind “Who is she? “Sarthak,our hero, doesn’t know anything about her but still his heart finding something there. He always stairs at that house and feeling like something is related to him in it… Today even, he is standing at his corridor and continuously looking at that dim light of that house…and..thinking,How powerfull ladies are! They have immense strength of creating something very lively. They are  angles like God himself. God has created these whole universe and these ladies have that same creative power in them. God has given them extraordinary powers. They have created new generation for all of us, brought up us with their blood in their womb, raised up  with their extraordinary care,love, support, sacrifices. Our Mothers. And being a Man, it’s pleasure for us to have woman in our life for spending all our life with her.  It’s a real blessing of lord. Now,see,I really don’t know who that lady is, but still my heart started beating for her. I am not able to understand why I am feeling something like this for that unknown lady. But my mind unconsciously thinking of her. Her presence constantly reminding me my love,my Aakanksha. Aakanksha’s memories once again started playing as flashback in my heart. It’s 3:30 a.m. now,still unable to sleep. But I have to sleep now, it’s too late…



………. Sarthak has stopped his thought processes,close his dairy and go for sleep………

       

       ….next, morning……

  ……… Door bell rings…….

“Hello, Namste! I am saumya shreevastav.I have started living at your neighborhood,and I am new in this town.I have no one in my family. All alone.2 years before My husband goes away….ahhh…. not passed away,but he have found out someone very special than me….oh..well,I have no regret.I am independent. Doing job as a primary school teacher and it’s already late,so I am in hurry. Peoples around our colony talking about you that you are a very humble person. So, have decided to meet you today,I want to drop my house ‘s extra key at your place,so that I can manage my chaos. Sometimes in emergency. Nice to meet you ,sir. You know,we ladies have always suffering from security issues,so it’s better to maintain some good relations with some gentle man like you.I am in hurry today so will meet you often now as we are neighbours now. Thank you!”

         “ Oh….my goodness! It’s half an hour conversation. But I am still surprised! Unable to understand how sharply she is talking,I am staring her without uttering a single word. She is so intelligent as well as sharp,and straight forward in her thoughts. She is completely beyond this world.I was amazed to see her like this… thinking, beautiful person like her not taken by someone for love? It is unbelievable. But it’s reality,that she is living her life alone…but still…she is powerful, progressive, independent, straight forward,confident, charming and bold enough to maintain herself prosperous.

      As soon as Sarthak closed the door, Sarthak again started remembering Aakanksha,his love of life. She was same like that lady…Bold and Sharp. Her very first approach has created immense impact on sarthak ‘s mind and heart too. For him,today is very energetic and progressive…He refreshing himself and went to his office with lots of happiness, enthusiasm and energy in his mind and heart. After 9 years of mental struggle,he has found some kind of relief in his mind. And he has welcomed positive thoughts again in his life.


………..Then,Sarthak closed his dairy and thoughts… started his office work……


On the other hand, Saumya started involving herself in her daily school works as a good teacher she always maintained her students’ learning programs. After spending her half of the life with these school and in between her students she still felt loneliness at her heart,as she is totally independent and working woman,not depending even emotionally on someone,she still feels some hatred for herself as well as her past love. One question always running in her mind that “why he betrayed me?””is it call true love?”…as a woman she also have some good expectations like married life, happy family, children and peaceful life. But it’s over now. All vanished. Illusion… Everything is illusion. There is no reality in it. She thinks… 

....Because her love and feelings for that person was very much true and she involved herself wholly in him…she has sacrificed all her’s for him. Still she betrayed by him…!so, now onwards,she has decided not to talk with anyone around or not to develop a relationship with anyone. She maintain her loneliness and passes her time by making herself all the way busy in her works….


………. Sarthak and Saumya both characters have suffered a lot in their lives for peaceful living. They have lived alone with all their emotions, thoughts,guilt and good-bad memories of their love one’s…still they have some kind off unfulfilled feelings of love, both want some relaxation in their love lives. In other sense we can say that,they want one gentle person in their lives who love them unconditionally as they have done before, want someone ‘s presence,love,care, unconditional attention in their lives…. Sarthak still have some strength of Aakanksha ‘s love…and good memories. But Saumya has nothing…empty hands… empty mind…and empty heart…!

           

It has been 7-8 months passed. 


They started sparing time with eachother. They  spent enough quality time together . Now, they have shared good relationship in between…they know each and everything of themselves. There is nothing unknown in between them. Every evening, as per their daily  schedule… they shares their coffee and enjoying sunset together. Both are independent, loyal, alone. But they proud of themselves,respect each other’s choices choices,likes and dislikes…

                  After some months of togetherness,one grateful evening,Sarthak whispers something in Saumya’s ears… without any hesitation saumya handover herself to him as per her unfulfilled wishes are going to fulfill today…and she doesn’t care about sunset and directly goes in to Sarthak’s arms…..

“Sunset”

…Today even sun is happy to see both lovebirds melting themselves into eachother… Darkness growing slow and gradually…Both lives living their most amazing time … enjoying eachother… nothing is remain unfold in between them no emotions,no feelings nothing. They experiencing highest pleasure of their relationship… slowly and gradually darkness passed.

          “Good morning,my love.I love you with all my hearts.”Sarthak whispers slowly in Saumya’s ears who is sleeping besides him in bed. Sarthak now wake up and come to his home. He is enthusiastic,calm and happy now. He is totally refreshed now,even today he  don’t need a cup of tea for refreshing himself!He is fresh like morning wind…

          

(His Monologue) 

Saumya,I promised you,I will poured your life with happiness and prosperity that you can not willing to left this Earth so early!........and tears comes out from his eyes and drop in his dairy…his handwriting vanished by it…..and from that day, Sarthak has fulfilled all her wishes with great concern and joy. He has taken care her heart so calmly. 

                

Sarthak, seriously,you have fulfilled all my wishes.I am satisfied and joyful. You are so great.I am really proud to be a part in your life. But now,I have to go…as per my death is consult,my soul calling me. My death  angles are waiting for me …I have to go…..

It has deal with me before you,so I can’t say no to my death…and saumya unable to utter a single word then …she started crying…her eyes are full of tears…she cried out ..”I love you Sarthak,I really do….”


                  After few days later….


One morning, sunlight pop up into the window and directly flash on saumya ‘s face. She wakes up………”Sarthak…..”

“Yeh….I am here only, don’t worry.I am here only for you…I am not going anywhere. You just relax and be calm……..”- Sarthak replied.

            “I m feeling like today is my last day on earth…”saumya whispered.

“Areee,,,no… it’s wrong. What are you talking?... it’s not possible. We still have so many games of “Saap-sidi”remain unfinished,so many talks are left,so many moments are left,which we cherish together in future,so many cups of tea are remaining…. It’s not happening…”----- sarthak trying to convince her…but she ..

No,I am not going to play any “saap-sidi” games with you. You are a cheater. Always cheated me….

“Then,why today you are thinking of cheating me.? Please don’t go.I need your company…How can I live my rest of the life.?”

“…… Sarthak…..”she unable to speak. Cried out and her tears then talked everything to Sarthak.

Then, Sarthak again refresh himself,pour some willingness in him took her hand in his hands and sitting there for hours and hours… slowly and gradually Saumya started her journey towards universe!......

“Saumya, saumya……”my love,sweety,say something…..”but there is no response.

           Today once again there is a full moon night. It’s nearly 12:45 a.m. Sarthak standing at trace garden with his cup of coffee. Enjoying full moon and sharing his coffee with moon….he continuously stairs at moon in between he heard some voice behind him….

……..”Sarthak,come on. Come it’s your turn,throw your dice… Now,this game is also mine…I have reached at number 90. And going to win shortly. Only few steps remaining……… 


(After saumya ‘s death his mental conditions are not so good,he is always unconsciously talking saumya and always imagined her presence in everywhere)


“Oh…Not again….Not again. I am not going to let you win this time,wait.I will throw my dice….”----sarthak started talking in his psyche with saumya.

Then, Sarthak started throwing dice multiple times and game progresses slowly and gradually….in his psyche. 

               On the other hand,so far away from this world, being a star saumya sees her love playing “saap-sidi” all alone….her eyes full with tears….one tear of it fall from her eyes and drop on the hand of Sarthak which are throwing dice…and he heard saumya ‘s voice ……..”sarthak,no cheating… can’t you play fair?!”….

“I am done, accept my fault. You won this game too. Okay.!


Every evening,same game “Saap-sidi”,same cheating,same arguments ending up with Saumya’s win.

…..The end.....


By Tandel Upasana K.



77 views2 comments

Recent Posts

See All

My Dance With Life

By Dwaipayan Bhattacharjee If happiness was a cake, I never yearned for the entire confection, nor even for a generous slice. But I...

खर्राटे

By Vandana Singh Vasvani खर्राटे – ये शब्द सुनते ही  बचपन में मौसा,दादाजी, ताऊ जी बाबूजी एवं अन्य सब याद आ जाते हैं कहने का मतलब है उनके...

Sea of Stars

By Farhan Arfeen                                    Chapter-01 : A Snuggly Bed KNOCK-KNOCK " ....feen... " KNOCK-KNOCK " ..ir? Sir? " "...

2 Comments


Nice story 👏🏻 👏🏻

Like

tyc6881
Apr 28

A beautiful story touching some new hearts of love and sorrow

Like
bottom of page