By Payal Prajapati
વરસાદી બુંદોની મીઠી મહેક હજી તાજી છે,
ભીનાશમાં પલળવાની મજા હજી બાકી છે..
આંખે અટકેલ બુંદોની કહાની હજી તાજી છે,
બુંદોની કહાનીની અંત વેળા હજી બાકી છે..
કાગળે કંડાર્યા શબ્દોની રાત હજી તાજી છે,
કાગળમાં છુપાવેલી એ વાત હજી બાકી છે..
જગત સામે મલક્યાની યાદ હજી તાજી છે,
લાગણીની દરકાર લેવાની હજી બાકી છે..
અર્થ વિતર્કના સંજોગની વાત હજી તાજી છે,
“નૂપુર” ને શબ્દોમાં રણકવાનું હજી બાકી છે..
By Payal Prajapati
Comments