By Payal Prajapati
એકમેકમાં પરોવાયેલા રહે છે,
દિલથી જ દિલની વાતો કરે છે...
સ્વર્ગથી ઉતરી આવી જોડી છે....
આંખોથી જ ઈશારાઓ કરે છે,
ઘાયલ મનની એ કહાની કહે છે,
સ્વર્ગથી ઉતરી આવી જોડી છે...
અહેસાસ હદયને શાંતા અર્પે છે,
હોઠો પર સદા મુસ્કાન રહે છે,
સ્વર્ગથી ઉતરી આવી જોડી છે...
દિવસ ને રાતની ગણતરી કરે છે,
હૈયું હૈયે જ હામી ભરતું રહે છે,
સ્વર્ગથી ઉતરી આવી જોડી છે...
“નૂપુર” શબ્દોમાં જ મસ્ત રહે છે,
દીઠે જો રાધેકૃષ્ણ તો નમન કરે છે,
સ્વર્ગથી ઉતરી આવી આ જોડી છે..
By Payal Prajapati
Yorumlar