By Payal Prajapati
સ્વની ખોજમાં નીકળી જ્યાં બે જિંદગી,
રસ્તામાં બંનેની ત્યાં જ મુલાકાત થઈ ગઈ..
ભૂતકાળ ને વરતમાનમાં ભમી બે જિંદગી,
જીવનની તામોજામમાં નદી જેમ વહી ગઈ..
આયખું સાથે માણવા અધીરી બે જિંદગી,
નયનના એક પલકારે હૈયે કામણ કરી ગઈ..
અનકહ્યા શબ્દોની વચ્ચે થમી બે જિંદગી,
હૈયું હામી ભરે એમ આંખો છલકાઈ ગઈ..
રાત ઢળી ચાંદની અજવાશ બની બે જિંદગી,
પળમાં કલ્પના વાસ્તવિકતામાં બદલાઈ ગઈ..
અજાણ્યા રસ્તે રાહગીર બની બે જિંદગી,
જીવ્યા પે’લા મરણની કસમો દેવાય ગઈ..
એક કવિની કોઈ કવિતા સમી બે જિંદગી,
આ શબ્દોની કરામતમાં “નૂપુર” ટેવાય ગઈ..
By Payal Prajapati
Comments