By Payal Prajapati
નસીબ થકી મળે પરિવારની ખુશી,
સમજાશે ઘણું અહીં એકલા રહી..
મમતા ન્યોછાવર કરવા તત્પર મા,
બાળની ખુશીમાં સામેલ છે હમેશા..
પપ્પાની આંખોનો થોડો ડર રચાય,
વ્હાલ કરતા આ સંબંધ છે નિભાવ્યા..
જમવાનું સાથે બેસતા હર હમેશા,
એકમેકના સપનાઓને સાકાર કરતા..
હાર જીતની થતી અનોખી ઉજવણી,
ભાઈબહેનના હેતની રીત છે પજવણી..
સમય સાથે દરેકે આ વાત છે સમજી,
ઘરની બેઠકની વાત જ અણસમજી..
By Payal Prajapati
Comments